ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રદ્યોગિકી મંત્રાલયે કનેક્ટિંગ ઓલ ઇન્ડિયન્સ પર વર્કશોપ યોજાયો
Live TV
-
ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રદ્યોગિકી મંત્રાલયે (MeitY) ભારતને વિશ્વના સૌથી મોટા કનેક્ટેડ દેશોમાંથી એક બનાવવા માટે "કનેક્ટિંગ ઓલ ઇન્ડિયન્સ" શીર્ષક હેઠળ એક વર્કશોપનું આયોજન કર્યું હતું.
આ વર્કશોપમાં દેશોના હાલમાં વંચિત અને છેવાડાના ગામો અને નગરોમાં ઈન્ટરનેટનો ઉપયોગ ઝડપી બનાવવા માટે રોડમેપની ચર્ચા કરવા દેશના સૌથી મોટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ – જીઓ, એરટેલ, MeitY ના અધિકારીઓ અને સંચાર મંત્રાલયના ટેલિકોમ્યુનિકેશન વિભાગ સહિતના જાહેર અને ખાનગી હિસ્સેદારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીના વિઝનને ધ્યાનમાં રાખીને વર્કશોપ દરમિયાન વિશ્વના સૌથી મોટા ફાઇબર આધારિત ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ ભારતનેટની પણ સમીક્ષા કરવામાં આવી હતી. વર્કશોપમાં બાકીના ભૂગોળ અને પ્રદેશો/ગામોને તાત્કાલિક આવરી લેવાની વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યશાળાની અધ્યક્ષતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કરી હતી. જેમણે તમામ ભારતીયોને ખુલ્લા સલામત અને વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ સાથે જોડવાના વર્તમાન સરકારના ઉદ્દેશો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે "ડિજિટલ ઇન્ડિયા દ્વારા તમામ નાગરિકોને ઈન્ટરનેટની શક્તિથી સશક્ત કરવા અને સાથે-સાથે ડિજિટલ અર્થવ્યવસ્થા અને નોકરીઓને વિસ્તૃત કરવાનું પ્રધાનમંત્રીનું વિઝન છે."
આ વ્યૂહરચના વર્કશોપે સાર્વત્રિક ઇન્ટરનેટ કવરેજ હાંસલ કરવા માટે જાહેર અને ખાનગી બંને હિસ્સેદારોને તેમના મંતવ્યો શેર કરવા માટે એક ખુલ્લું મંચ પ્રદાન કર્યું.