Skip to main content
Settings Settings for Dark

Windows 11 લોન્ચ, જાણો કેવી રીતે કરશો અપડેટ?

Live TV

X
  • ભારત સહિત સમગ્ર વિશ્વમાં યૂઝર્સ માઈક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ (OS) Windows 11 કમ્પ્યૂટર અથવા લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે.

    માઈક્રોસોફ્ટે અધિકૃત રીતે Windows 11 અપડેટ માટે ઉપલબ્ધ કરાવી દીધું છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં યૂઝર્સ માઈક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ (OS) Windows 11 કમ્પ્યૂટર અથવા લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે.  વિંડોઝ (Windows 11) સૌથી સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ છે. આ સિસ્ટમમાં વર્ચ્યુલાઈઝેશન આધારિત સિક્યોરિટી (VBS) જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

    કમ્પ્યૂટરમાં Windows 11 કેવી રીતે ડાઉનલોડ કરવું?

    વિંડોઝ 10 યૂઝર્સ સિસ્ટમ અપડેટમાં જઈને Windows 11ની અપડેટ ચેક કરી શકે છે. સિસ્ટમ અપડેટમાં તમને Download Now નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને તમે તે મુજબ આ અપડેટ ડાઉનલોડ કરી શકો છો.

    જો તમારા કમ્પ્યૂટરમાં વિંડોઝ અપડેટ કરવાનો વિકલ્પ આપવામાં નથી આવ્યો, તો તમારે તમારી કમ્પ્યૂટર સિસ્ટમ ચેક કરવાની રહેશે.

    Windows 11 ના ફીચર્સ

    Windows 11ની સાથે ડિઝાઈન, ઈન્ટરફેસ અને સ્ટાર્ટ મેનુમાં ફેરફાર કરવામાં આવ્યા છે. વિંડોઝ સ્ટાર્ટ સાઉન્ડમાં પણ ફેરફાર જોવા મળશે. Windows 11 માં લાઈવ ટાઈટલ જોવા નહીં મળે. Windows 11ની ડિઝાઈન સાથે માઈક્રોસોફ્ટ macOS અને Chrome OSને ટક્કર આપવાની યોજના બનાવી રહ્યું છે. Windows 10 ની સરખામણીએ Windows 11માં વધુ ફીચર્સ આપવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply