અમદાવાદ: નવા ઇનોવેશનને પ્રોત્સાહન આપી પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે icreate
Live TV
-
સમગ્ર દેશભરમાંથી કંઈક નવું ઇનોવેશન કરનારા વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો માટે અમદાવાદમાં icreate એન્ટરપ્રિન્યોર સંસ્થા દ્વારા પ્રોત્સાહન અને એક પ્લેટફોર્મ આપવામાં આવી રહ્યું છે. આ સંસ્થામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી ટેકનિકલ ઇનોવેશન કરનારા યુવાઓને તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ સંસ્થામાં અનેક યુવાઓ પોતાના પ્રોજેક્ટ પર સંશોધન કરી રહ્યા છે, અને હવે તે જાન્યુઆરી-2022 માં યોજાનારી ઇવેન્જેલાઇઝ 2021 ના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લેશે.
અત્રે નોંધનીય છે કે, આ વખતની આગામી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં પણ આ યુવા સ્ટાર્ટ અપ ઇનોવેશન કરનારા એન્ટરપ્રિન્યોરને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવશે.