જાણો, કોણે બનાવ્યો પહેલો જીવિત રોબોર્ટ અને તેને શું નામ આપવામાં આવ્યું?
Live TV
-
અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયો પહેલો જીવિત રોબોર્ટ, જેનું નામ જેનોબોટ્સ આપવામાં આવ્યું છે. આ જેનોબોટ્સ બોયોલોજીક રોબોર્ટનું અપડેટેડ વર્ઝન છે. તેને દેડકાના કોષમાંથી બનાવવામાં આવ્યો છે. આ રોબોર્ટ બાળકો પણ પેદા કરી શકે છે. ભવિષ્યમાં કેટલીક બિમારીઓના ઇલાજ માટે આ રોબોર્ટનો ઉપયોગ કરી શકાશે.અમેરિકન વૈજ્ઞાનિકોએ આફ્રિકન ઝેનોપસ લેવિસ નામના દેડકાના સ્ટેમ સેલમાંથી એક રોબોટ બનાવ્યો, અને નામ આપ્યું ઝેનોબોટ્સ.
આ સ્ટેમ સેલ એવા સામાન્ય કોષો છે જે વિવિધ પ્રકારના કોષોમાં વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. ઝેનોબોટ્સ બનાવવા માટે, સંશોધકોએ દેડકાના ભ્રૃણમાંથી જીવંત સ્ટેમ કોષો કાઢી તેને ઇન્કયુબેટરમાં રાખવામાં આવ્યા. જોકે, જીન્સ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. આ રીતે આ એક રોબોટ છે પણ તે પણ આનુવંશિકરૂપે અપરિવર્તિત દેડકાંની કોષિકાઓથી બનેલો જીવ છે
ગયા વર્ષે આ ઝેનોબોટ્સનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ઝેનોબોટ્સની પહોળાઈ એક મિલીમીટર એટલે કે 0.04 ઈંચથી પણ ઓંછી છે. આ પ્રયોગ દરમિયાન તેઓ માત્ર હલન ચલન કરી શકતા હતા, જૂથોમાં સાથે કામ કરી શકતા હતા અને પોતાનો ઉપચાર કરવા સક્ષમ હતા. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ ઝેનોબોટ્સ જૈવિક પ્રજનનનું એક એવું સ્વરૂપ છે જે કોઈપણ છોડ કે પ્રાણીના પ્રજનનથી તદ્દન અલગ છે.
કમ્પ્યુટર સાયન્સના અને રોબોટિક્સના પ્રોફેસર તેમજ વર્મોન્ટ યુનિવર્સિટીના નિષ્ણાત અને અભ્યાસના મુખ્ય લેખક જોશ બોનગાર્ડે જણાવ્યું હતું કે "મોટા ભાગના લોકો રોબોટ્સને ધાતુઓ અને સિરામિક્સથી બનેલા માને છે. પરંતુ રોબોટ શેમાંથી બને છે તે એટલું જ મહત્વનું નથી પણ તે લોકો વતી પોતે સ્વમેળે કામ કરે છે.