Skip to main content
Settings Settings for Dark

સોનમ વાંગચુકનું કોલ્ડપ્રુફ ઘર, -15 ડિગ્રી ઠંડીમાં પણ રહે છે ગરમ

Live TV

X
  • લેહમાં માઇનસ 15 ડિગ્રી તાપમાન પણ સોનમ વાંગચુકના ઘરમાં 24 ડિગ્રી તાપમાન, જાણો આ ઘરની ખાસિયતો

    આમિર ખાનની થ્રી ઇડિયટ ફિલ્મ તો આપને યાદ હશે. જેમાં આમિર ખાને રણછોડદાસ શ્યામલદાસ ચાંચડ ઉર્ફ રેંચોનો રોલ નિભાવ્યો હતો. અને રેંચોનું આ પાત્ર લેહના વૈજ્ઞાનિક અને સમાજસેવી સોનમ વાંગચૂકથી હળતુ-મળતું આવે છે. સોનમ વાંગચુક વિજ્ઞાનના રસપ્રદ પ્રયોગો અંગે ઇન્ટરનેટ પર અવારનવાર ચર્ચામાં રહે છે.

    તાજેતરમાં સોનમ વાંગચુકે એવો પ્રયોગ કર્યો છે જેનાથી લેહવાસીઓને કાતિલ ઠંડીમાંથી રાહત મળી શકે છે. હાલ લેહમાં પારો માઇનસ ડિગ્રીમાં છે પણ લેહમાં આવેલા સોનમ વાંગચૂકના ઘરની અંદરનું તાપમાન 24 ડિગ્રી છે. ઘરમાં કોઇ પણ ઇલેક્ટ્રિક સાધનો કે તાપણાં વગર ઘરના અંદરનું તાપમાન 24 ડિગ્રી છે. 

    સોનમ વાંગચુકે એક બ્લેક કલરના ટી-શર્ટમાં પોતાની તસવીર શેયર કરી લખ્યું છે કે, 'બહાર માઇનસ 15 ડિગ્રી તાપમાન જ્યારે રૂમની અંદર 24 ડિગ્રી તાપમાન'. સોનમ વાંગચુકે એવું ઘર તૈયાર કર્યું છે જેનાથી બહારની ઠંડીને ઘરમાં પ્રવેશતા અટકાવી શકાય છે. ખાસ વાત એ છે કે, આ ઘર બનાવવા પાછળ બિલ્ડિંગ મટિરિયલ ઉપરાંત પરાલીથી માંડીને પ્લાસ્ટિકની બોટલ સહિત અનેક એવી વસ્તુનો ઉપયોગ કર્યો જેને આપણે કચરો સમજી ફેંકી દેતા હોઇએ છીએ.

    સોનમ વાંગચુકે કરેલા આ પ્રયોગને Passive Solar અને  Earth Buildings નામ અપાયું છે. આવું કરવાની પ્રેરણા સોનમ વાંગચુકને એટલે મળી કારણ કે, શિયાળાની સિઝનમાં લેહના લોકો રહેવા માટે થોડો સમય દિલ્હી જતા રહેતા હોય છે. તેનાથી પ્રેરિત થઇને સોનમ વાંગચુકે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને શિયાળામાં પણ ઘરની અંદરનું તાપમાન જળવાઇ રહે એવું ઘર બનાવ્યું છે. જેનાથી ત્યાંના લોકોને શિયાળામાં લેહ અને પોતાનું ઘર છોડી જવું ન પડે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply