ઈસરોએ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત સ્થાપિત કર્યું
Live TV
-
પ્રોપલ્શન મોડ્યુલ હવે પૃથ્વીની પરિક્રમા 13 દિવસમાં પૂર્ણ કરી રહ્યું છે અને સાથે જ તેની કક્ષા પણ બદલાઈ રહી છે.
ઈસરોએ ભવિષ્યના ચંદ્રયાન મિશનને ધ્યાનમાં રાખતા એક અનોખા પ્રયોગ હેઠળ ચંદ્રયાન - 3ના પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત સ્થાપિત કરી દીધું છે. તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવા માટે રીટર્ન મેન્યુવર કરવામાં આવ્યું હતું.
આ પ્રયોગ ચંદ્ર પરથી નમૂના પરત લાવવાના મિશનને ધ્યાનમાં રાખીને કરાયો છે. ઈસરો જણાવ્યું કે, પ્રોપલ્શન મોડ્યુલ જે પહેલા ચંદ્રની 150 કિમીની કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યુ હતું. તે હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરી લાવવામાં આવ્યું છે.
પ્રોપલ્શન મોડ્યુલ હવે પૃથ્વીની પરિક્રમા 13 દિવસમાં પૂર્ણ કરી રહ્યું છે અને સાથે જ તેની કક્ષા પણ બદલાઈ રહી છે. ઈસરોના અનુસાર, આ પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની કક્ષામાં માત્ર 3 મહિના જ રહેવાનું હતું, પરંતુ ઈસરોએ બળતણનો ઉપયોગ કરીને પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું લાવવા માટેનો નિર્ણય કર્યો. જેનો હેતુ સેમ્પલ રિટર્ન મિશન હેઠળ મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી શકાય તે માટેનો છે.