ઈસરો બેંગ્લોર ખાતે યુવિકા સમર કેમ્પમાં મોડાસાના પ્રથમ પટેલની પસંદગી
Live TV
-
સમગ્ર ગુજરાતમાં થી ઈસરોના યુવિકા સમર કેમ્પમાં ૩ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોડાસાની જે.બી.શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના પ્રથમ પટેલની પસંદગી થતા શાળા પરિવાર અને મંડળ દ્વારા વિદ્યાર્થિનીને શુભેચ્છા પાઠવી હતી
મોડાસાની શ્રી.જે.શાહ ઇંગ્લીશ મીડિયા શાળાના વિદ્યાર્થી પ્રથમ પટેલ બેંગ્લોર ખાતે ઇસરો સ્પેશ સેન્ટર ખાતે તાલિમમાં ભાગ લેશે દેશના યુવાઓ અવકાશ સંશોધનમાં આગળ આવે તે હેતુથી પ્રોત્સાહન આપવા માટે ઇસરો દ્વારા ઉનાળા વેકેશનમાં ખાસ કેમ્પ યોજાય છે.જેમાં રાજ્યાની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે.આ વર્ષે બસોથી વધારે તેજસ્વી વિદ્યાર્થીઓની અરજીઓમાંથી ઇસરોના ધારા ધોરણ અનુસાર ગુજરાતના ત્રણ વિદ્યાર્થીઓને આ તક મળી છે, બે સપ્તાહ સુધી ચાલેલા યુવા યુવિકા કેમ્પમાંથી રાજ્યના ત્રણ વિદ્યાર્થીઓ પૈકી સૌપ્રથમવાર અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીની પસંદગી થઇ છે, પ્રથમ પટેલ રજાના દિવસોમાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રમાં જઇ વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિ સતત કરતો રહેતો હતો, જેને કારણે આ સિદ્ધિ તેને મળતા પરિવાર સહિત શાળામાં પણ ખુશી પ્રસરી છે. આ પ્રસંગે મંડળના પ્રમુખ નવીન મોદી, સુરેન્દ્ર શાહ, ગિરિશભાઈ વેકરિયા, પરેશભાઈ મહેતા, સહિત જે.બી.શાહ ઇગ્લીશ મીડિયા સ્કૂલના આચાર્ય દીપકભાઈ મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અંકિત ચૌહાણ
અરવલ્લી