ધરતીપુત્રો પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ કરીને કરી રહ્યા છે દેશી તેમજ ઓર્ગેનિક ખેતી
Live TV
-
ગીર સોમનાથ જિલ્લાનાં જે વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તાર એટલે કે કોડીનાર ઉના ગિરગઢડાનો વિસ્તાર. આ ભૂમિ પર દુષ્કાળ આજે પણ જોજનો દૂર રહ્યો છે. આ ભૂમિના કેટલાક ધરતીપુત્રો પ્રાચીન પદ્ધતિનો ઉપયોગ કરીને દેશી તેમજ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. ગિરગઢડાનાં લાલજીભાઈ નામનાં શિક્ષિત ખેડૂત ભારતીય સંસ્કૃતિ અને પરંપરા પ્રમાણે વૈદિક પદ્ધતિનો ઉપયોગ કરીને બાગાયતી પાકોનું સફળ વાવેતર કરીને સારી આર્થિક કમાણી કરી રહ્યા છે. ઘણા વર્ષોથી તેઓ નિયમિત રીતે પોતાનાં આંબાના બગીચામાં સવાર સાંજ અગ્નિહોત્ર યજ્ઞ કરીને આંબા પર પુષ્કળ પ્રમાણમાં કેરીનાં સુમધુર ફળ મેળવી રહ્યા છે. દિન પ્રતિદિન સમગ્ર વિશ્વમાં ગ્લોબલવોર્મિંગની સમસ્યા વધતી જાય છે. જેની ખેતી ઉપર વિશેષ અસર થઈ રહી છે ત્યારે ભારતીય વૈદિક પરંપરા મુજબ અગ્નિહોત્ર યજ્ઞ જો દરેક ખેડૂત પોતાના ફાર્મમાં નિયમિત રીતે કરે તો ચોક્કસ ફાયદો થાય તેવું આ ખેડુતો જણાવી રહ્યા છે.