ઐતિહાસિક મિશન ચંદ્રયાન-3 સાંજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે
Live TV
-
ઇસરોનું ઐતિહાસિક મિશન ચંદ્રયાન -3 ચંદ્ર તરફ તેજ ગતિએ પહોંચી રહ્યું છે. ચંદ્રયાન-3 આજે સાંજે 7 કલાકે ચંદ્રની કક્ષામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. સાંજે 7 કલાકે ચંદ્રયાન 3નું લૂનર ઓર્બિટ ઇન્જેક્શન કરાવાશે એટલે કે ચંદ્રની પહેલી કક્ષામાં પ્રવેશ કરાવવામાં આવશે. ઇસરોના વૈજ્ઞાનિકોએ આ કામમાં બે વખત સફળતા હાંસલ કરી છે. ચંદ્રયાન-3નો ઉદ્દેશ્ય ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ કરવાનો છે. ધરતીની ચારેય તરફ ગતિ કર્યા બાદ ચંદ્રયાન 3 આજથી ચંદ્રની આસપાસ ગતિ કરવાનું શરૂ કરી શકે છે. મહત્વનું છે કે ચંદ્રયાન 3ને 14 જુલાઇએ શ્રી હરિકોટાના સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયું હતું. 23 ઑગષ્ટ સુધીમાં ચંદ્ર પર ચંદ્રયાન સોફ્ટ લેન્ડિંગ કરે તેવી આશા વેજ્ઞાનિકો સેવી રહ્યા છે.