ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસ્વીરો જાહેર કરી
Live TV
-
ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યાના એક દિવસ પછી ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસ્વીરો જાહેર કરી છે.
ઇસરોનું ઐતિહાસિક મિશન ચંદ્રયાન -3 ચંદ્રકક્ષામાં પહોંચી ગયુ છે. ઇસરોએ ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસ્વીરો જાહેર કરી છે. ચંદ્રયાન 3એ ચંદ્રની કક્ષામાં પ્રવેશ કર્યાના એક દિવસ પછી ઇસરોએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. જેમાં ચંદ્રયાન-3 દ્વારા લેવાયેલી ચંદ્રની તસવીરો જોવા મળી રહી છે. જેમાં ચંદ્ર વાદળી અને લીલા રંગનો દેખાઇ રહ્યો છે. ચંદ્ર પર કેટલાક ખાડા પણ જોવા મળી રહ્યા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ જણાવ્યું કે, ચંદ્રયાનને ચંદ્રની નીચલી કક્ષામાં પહોંચાડવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પુરી થઇ ગઇ છે. 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ થવાની સંભાવના છે.