વોટ્સએપના બે નવા ફીચર રોલઆઉટ થયા
Live TV
-
હવે યૂઝર્સ વીડિયો કૉલિંગ દરમિયાન સ્ક્રીન શેર કરી શકશે, લેન્ડસ્કેપ મોડમાં પણ એપ્લિકેશન યુઝ કરવાની સગવડ ઉપલબ્ધ
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે વીડિયો કોલ માટે બે નવા ફીચર્સ રજૂ કર્યા છે. જેમાં સ્ક્રીન શેરિંગ અને લેન્ડસ્કેપ મોડ ફીચર્સ સામેલ છે. સ્ક્રીન શેરિંગ ફીચર સાથે, યુઝર્સ વીડિયો કોલિંગ દરમિયાન અન્ય યુઝર્સ સાથે તેમના ડિવાઇસની સ્ક્રીન શેર કરી શકશે. આ સુવિધાથી યુઝર્સને સંપર્ક સૂચિમાંના લોકો સાથે દસ્તાવેજો, ફોટા અને તેમના શોપિંગ કાર્ટને શેર કરવાની મંજૂરી મળશે.આ સાથે વીડિયો કોલિંગ દરમિયાન લેન્ડસ્કેપ મોડ પર પણ મોબાઈલનો ઉપયોગ કરી શકાય છે. આ સુવિધાની રજૂઆત પછી,વોટ્સએપ વીડિયો કોન્ફરન્સિંગ એપ્સ સાથે સ્પર્ધા કરી રહ્યું છે જેમાં 'માઇક્રોસોફ્ટ મીટ', 'ગૂગલ મીટ' અને 'ઝૂમ' તેમજ એપલના ફેસટાઇમનો સમાવેશ થાય છે.
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ વિશે માહિતી આપી હતી. ઝકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું, 'અમે વોટ્સએપ પર વીડિયો કોલ દરમિયાન તમારી સ્ક્રીન શેર કરવાની સુવિધા ઉમેરી રહ્યા છીએ.' માર્કે પોસ્ટ સાથે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે, જેમાં તે વીડિયો કૉલ પર જોવા મળી રહ્યો છે.