ચંદ્રયાન 3 આજે પોતાનું ઓરબિટ ઘટાડશે અને ચંદ્રમાની વધુ નજીક પહોંચશે
Live TV
-
ચંદ્રયાન 3 આજે ચંદ્રમાની વધુ નજીક પહોંચશે. ઈસરો આજે ત્રીજી વખત પોતાનું ઓરબિટ ઘટાડશે.
ચંદ્રયાન 3 આજે ચંદ્રમાની વધુ નજીક પહોંચશે. ઈસરો આજે ત્રીજી વખત પોતાનું ઓરબિટ ઘટાડશે. 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી અવકાશયાન અલગ થશે. આ પહેલાં 9 ઓગસ્ટે ચંદ્રયાનની ભ્રમણકક્ષામાં ઘટાડો થયો હતો. તો 5 ઑગસ્ટના રોજ ચંદ્રની ભ્રમણકક્ષામાં અવકાશયાન પહોંચ્યું હતુ. 23 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા વિકિરણોને શોધી તેનો અભ્યાસ કરશે અને ચંદ્ર પર પાણીની શોધ કરશે.