કેનેડિયન મૂળના અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ સહિત 2 વૈજ્ઞાનિકોને ભૌતિકનું નોબેલ
Live TV
-
કોસમોસમાં પૃથ્વીના સ્થાનને સમજવામાં તેમના યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવશે.
કેનેડિયન મૂળના અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સ, સ્વિત્ઝરલેન્ડના માઈકલ મેયર, દિદિઅર ક્લેલોજને ભૌતિકના નોબેલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવશે. કોસમોસમાં પૃથ્વીના સ્થાનને સમજવામાં તેમના યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવશે.
ભૌતિક ક્ષેત્રમાં 2019નું પ્રાઈઝ અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સને સૈદ્ધાંતિક શોધ માટે આપવામાં આવી રહ્યું છે. જ્યારે સ્વિત્ઝર્લેન્ડના વૈજ્ઞાનિક અને માઈકલ અને ક્લેલોજને સૂરજ જેવા તારાની એક્ઝોપ્લેલેટ ઓર્બિટિંગ સંબંધિત શોધ માટે આપવામાં આવશે. નોબેલ પુરસ્કાર વિજેતા 10 ડિસેમ્બરના રોજ સ્ટોકહોમમાં એકઠાં થશે જ્યાં તેમને મેડલ આપવામાં આવશે.