મેડીસીનમાં વર્ષ 2019 માટે નોબલ પ્રાઈઝની જાહેરાત
Live TV
-
ઓક્સિજનની હાજરીમાં પ્રાણી કોણ કેવી રીતે કામ કરે છે તે અંગે સંશોધન
મેડીસીનમાં વર્ષ 2019 માટે નોબેલ પ્રાઈઝની સોમવારે જાહેરાત કરવામાં આવી. જે સંયુક્ત રીતે વિલિયમ કેલીન, પીટર રેટ ક્લીફ અને ગ્રેગ સેમેન્ઝાને આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ સંશોધકોએ ઓક્સિજનની હાજરીમાં પ્રાણી કોષ કેવી રીતે કામ કરે છે તે અંગે સંશોધન કર્યું છે. પ્રાણીઓ ઓક્સિજનનો ઉપયોગ ખોરાકમાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે કરે છે. ઓક્સિજનની મહત્તા આપણે સદીઓથી જાણીએ છીએ, પરંતુ તેની વધ-ઘટ થાય, ત્યારે શરીરના કોષ કેવી રીતના વર્તન કરે તે અંગે ખૂબ જ ઓછી જાણકારી હતી. પરંતુ આ સંશોધનથી કોષનું ચયા પચય અને અન્ય કાર્યો વધુ સારી રીતે સમજી શકાશે. આ સમજથી એનેમિયા અને કેન્સર તેમજ શારીરિક કોષો ને લગતી બિમારીઓ ના ઈલાજમાં મદદ થશે.