DRDOએ કર્યું 'મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઈડેડ મિસાઈલ'નું સફળ પરીક્ષણ
Live TV
-
આંધ્ર પ્રદેશના કુરનુલમાં સ્વદેશી 'મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઈડેડ મિસાઈલ' (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યુ હતું આ મિસાઈલ સિસ્ટમનું ત્રીજુ સફળ પરીક્ષણ છે
સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ આંધ્ર પ્રદેશના કુરનુલમાં સ્વદેશી 'મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઈડેડ મિસાઈલ' (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યુ હતું આ મિસાઈલ સિસ્ટમનું ત્રીજુ સફળ પરીક્ષણ છે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મિસાઈલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓને શુભેચ્છા પાઠવી હતી. અધિકારીઓએ કહ્યું કે આ પરીક્ષણ સાથે જ મનુષ્ય દ્વારા લઈ જવા યોગ્ય ટેંક રોધી મિસાઈલની ત્રીજી પેઢીને સ્વદેશમાં વિકસાવવા માટે સેનાનો રસ્તો ખૂલ્યો છે.
સંરક્ષણ મંત્રાલયે પણ કહ્યું કે,'ભારતીય સેનાના મનોબળમાં વધારો કરવા માટે ડીઆરડીઓએ આજે કુરનુલ રેન્જથી સ્વદેશી નિર્મિત વજનમાં હળવું, ચાંપો અને ભૂલી જાઓ. 'મેન પોર્ટેબલ એન્ટી ટેક ગાઈડેડ મિસાઈલ' (MPATGM)નું સફળ પરીક્ષણ કર્યુ હતું '