કોરોનાથી બચવા પંચમહાલની વિદ્યાર્થિનીએ બનાવ્યું ખાસ પ્રકારનું 4-S માસ્ક
Live TV
-
પંચમહાલ જિલ્લાના હાલોલમાં રહેતી અને મિકેનિકલ ઇજનેરીમાં અભ્યાસ કરતી હેતિકા શાહ નામની વિદ્યાર્થિનીએ કોરોના સંક્રમણથી બચવા માટે ફોર-એસ પ્રકારના ખાસ માસ્કની શોધ કરી છે. આ માસ્કને મેડિકલ ટેક્સ્ટાઇલ એસોસિએશન દ્વારા માન્યતા પણ આપી દેવામાં આવી છે. 4-S માસ્ક વિશ્વનું પ્રથમ એવું માસ્ક છે કે, જેના દ્વારા શરીરના 4 અવયવોને કોરોના વાયરસથી સંક્રમિત થતા અટકાવી શકાય છે... હેતિકા શાહ દ્વારા બનાવવામાં આવેલા આ ફોર-એસ માસ્કમાં તમામ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હેતીકા દ્વારા હાલ 3 અલગ-અલગ પ્રકારના માસ્ક બનાવવામાં આવ્યા છે, જેની કિંમત પણ 350 થી 200 અને 120 રૂપિયા સુધીની રાખવામાં આવી છે. આ ઉપરાંત માસ્કના ઉત્પાદન દ્વારા હાલોલની સ્થાનિક મહિલાઓને રોજગારી પણ મળતી થઇ છે...