જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીમાં ઓનલાઇન ખેડૂત તાલીમ
Live TV
-
ડિજિટલ માધ્યમોથી ખેડૂતોને ઓનલાઇન જોડી મગફળી અને કપાસ પાકમાં માવજત અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખરીફ પાક તરીકે મગફળી અને કપાસનું વાવેતર થયું હોય સાથે આંતરપાક તુવેર અને સોયાબીનનું પણ વાવેતર થયું હોય ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા ખરીફ પાકમાં આવતા રોગ અને જીવાત નિયંત્રણ માટે વિવિધ તાલીમો આપવાની હોય છે જે ખેડૂતોના ખેતરે જઈને માહિતી આપવાથી હોય છે પરંતુ કોરોના મહામારી વચ્ચે કૃષિ યુનિવર્સિટીએ આ કાર્યવાહીને ડિજિટલ માધ્યમોથી ખેડૂતોને ઓનલાઇન જોડી મગફળી અને કપાસ પાકમાં માવજત અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સાથે સાથે કપાસ પાકમાં ગુલાબી ઈયળ ને મગફળી પાકમાં મુંડા જેવી જીવાતોના નિયંત્રણ માટે અગાઉથી જ આગોતરી કાળજી વિષયક માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત નિંદામણ અને રોગ અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવેલું સૌરાષ્ટ્ર વિસ્તારના મોટાભાગના ખેડૂતો આ ઓનલાઇન ખેડૂત તાલીમ માં જોડાયા હતા .કુલપતિ ડો વીપી ચોવટીયા એ જણાવ્યું કે ઓનલાઇન પદ્ધતિ એક ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ બની છે.