Skip to main content
Settings Settings for Dark

ગૂગલે ભારતમાં શરુ કરી ભૂકંપ એલર્ટ સેવા, હાલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ

Live TV

X
  • ભૂકંપની ચેતવણી આપતી સર્વિસ તમને ભૂકંપ આવ્યા પહેલા જ જાણ કરી દેશે. આ સર્વિસને ચાલુ કરવા યુઝરે WiFi અથવા Data ચાલુ રાખવા પડશે

    નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે ચર્ચા-વિચારણા કરીને ગૂગલે એન્ડ્રોઇડ (Android) અર્થક્વેક એલર્ટ સિસ્ટમ ભારતમાં શરૂ કરી છે. દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોન નાના એક્સીલેરોમીટરથી સજ્જ છે જે મિની સિસ્મોમીટર તરીકે કામ કરી શકે છે. જ્યારે ફોન પ્લગ ઇન થાય છે અને ચાર્જ થાય છે, ત્યારે તે ભૂકંપ શરુ થયાની જાણકારી આપી શકે છે.એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ વિશ્વના ઘણા દેશોમાં પહેલાથી જ લાગુ છે અને ભૂકંપ પહેલા એલર્ટ આપવામાં યુઝર્સની મદદ કરી રહી છે. 

    ગૂગલ ભૂકંપ એલર્ટ સેવા સંબંધિત બે પ્રકારના એલર્ટ મોકલે છે, જેમાં એક સાવધાન રહો જેનો અર્થ છે કે, તે 4.5 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપ દરમિયાન MMI 3 અને 4નો અનુભવ કરતા યુઝર્સને મોકલવામાં આવે છે. અને બીજું એલર્ટ હોય છે એક્શન લો, આ ચેતવણી એવા યુઝર્સને મોકલવામાં આવી રહી છે, જેઓ 4.5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે MMI 5+ ધ્રુજારી અનુભવે છે.

    ગૂગલનું કહેવું છે કે, તે Google સર્ચ અને મેપ્સ પર પૂર અને ચક્રવાત જેવી અન્ય કુદરતી આફતો વિશે જરૂરી માહિતી આપવા માટે NDMA સાથે કામ કરી રહ્યું છે.

    ગૂગલની આ એલર્ટ સિસ્ટમ આવતા સપ્તાહથી દેશભરના એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, જેઓ એન્ડ્રોઇડ 5 અને તેનાથી ઉપરના વર્ઝનવાળા ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે. ચેતવણીઓ પ્રાપ્ત કરવા માટે, યુઝર્સ પાસે ફોન પર સક્રિય ઇન્ટરનેટ કનેક્શન અને સ્થાન સેટિંગ્સ હોવી આવશ્યક છે. આ ઉપરાંત, તમારે ભૂકંપ એલર્ટ સેટિંગ્સ પણ ચાલુ કરવી પડશે.

    ભૂકંપ એલર્ટ કેવી રીતે કરશે કામ?
    ભૂકંપની ચેતવણી આપતી સર્વિસ તમને ભૂકંપ આવ્યા પહેલા જ જાણ કરી દેશે. આ સર્વિસને ચાલુ કરવા યુઝરે WiFi અથવા Data ચાલુ રાખવા પડશે ઉપરાંત સેટિંગમાં જઈને EarthQuake એલર્ટ અને લોકેશન ચાલુ કરવાનું રહેશે.  

    મોબાઈલમાં ભૂકંપ એલર્ટ કેવી રીતે ચાલુ કરવું?
    આ સર્વિસને ચાલુ કરવા યુઝરે WiFi અથવા Data ચાલુ રાખવા પડશે ઉપરાંત સેટિંગમાં જઈને EarthQuake એલર્ટ અને લોકેશન ચાલુ કરવાનું રહેશે. 

    – સૌથી પ્રથમ  ફોનના સેટિંગમાં જાઓ
    – સેફ્ટી અને ઈમરજન્સી પર ટેપ કરો અને પછી ભૂકંપ એલર્ટ પર જાઓ.
    – જો તમને સેફ્ટી એન્ડ ઈમરજન્સી વિકલ્પ દેખાતો નથી, તો લોકેશન પર ટેપ કરો અને પછી એડવાન્સ સેટીંગ્સ પર જાઓ અને ભૂકંપ ચેતવણીઓ પર જાઓ.
    – હવે તમારી જરૂરિયાત મુજબ ભૂકંપની ચેતવણીઓ ચાલુ અથવા બંધ કરો.

    ગૂગલ કહે છે કે, આ ચેતવણીઓ વાંચવા અને અનુસરવામાં સરળ છે. તમામ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેને Android સપોર્ટ કરે છે. આ સિસ્ટમ સ્થાનિક ભૂકંપ સંબંધિત માહિતી પણ પૂરી પાડે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply