નાસાનું અંતરિક્ષ કેપ્સૂલ ઓસીરિસ-રેક્સ એસ્ટેરોયડના નમૂના લઈ પૃથ્વી પર પહોંચ્યું
Live TV
-
નાસાના અંતરિક્ષ કેપ્સૂલ ઓસીરિસ-રેક્સે ઈતિહાસ રચ્યો છે. ઓસીરિસ-રેક્સ 7 વર્ષ પછી એસ્ટેરોયડ બેન્નુથી નમૂના લઈ પૃથ્વી પર ઉતર્યું છે.
નાસાના અંતરિક્ષ કેપ્સૂલ ઓસીરિસ-રેક્સે ઈતિહાસ રચ્યો છે. ઓસીરિસ-રેક્સ 7 વર્ષ પછી એસ્ટેરોયડ બેન્નુથી નમૂના લઈ પૃથ્વી પર ઉતર્યું છે. જેનું સોફટ લેન્ડિંગ ભારતીય સમય મુજબ 8.22 મિનિટે અમેરિકાના યુટા રણમાં થયું છે. આ કેપ્સૂલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેની સ્પીડ બંદૂકમાંથી નીકળેલ ગોળીની સ્પીડ કરતાં 15 ગણી વધારે હતી.
નાસાએ જણાવ્યું કે, કેપ્સૂલ સારી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. નાસાએ 7 વર્ષ પહેલા ઓસીરિસ-રેક્સ મિશન લોન્ચ કર્યું હતું. કેપ્સૂલ જે નમૂના લઈને ઉતર્યું છે તે 4.5 અરબ વર્ષ જૂના છે. નાસાના વૈજ્ઞાનિકો દ્વારા આ નમૂનાઓનો અભ્યાસ કરાશે.