Skip to main content
Settings Settings for Dark

ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ આજે થશે અલગ

Live TV

X
  • ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ઉતરીને નવો ઈતિહાસ રચવાની નજીક, ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ આજે થશે અલગ

    ભારતનું મિશન ચંદ્રયાન સતત ચર્ચામાં છે. દરરોજ આ સ્પેસ ક્રાફ્ટ તેના પડાવ તરફ આગળ વધી રહ્યું છે. આજનો દિવસ ચંદ્રયાન-3 મિશન માટે મહત્વનો છે. આજે ચંદ્રયાનના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ અલગ થશે. હવે ચંદ્રયાનનો કોઇ ઓર્બિટ બદલવામાં આવશે નહી. હાલ ચંદ્રયાન 153 બાય 163 કિલોમીટરની ઓર્બિટમાં ફરી રહ્યું છે. 16 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડ 2 આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. ઇસરોના બેંગાલુરુ સ્થિત સેન્ટરમાં ટેલી મેટ્રીક ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક  ISTRAC ઓપરેશન કોમ્પલેક્સ પરથી સતત ચંદ્રયાન-3 પર નજર રાખવામાં આવી રહી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply