અંતિમ તબક્કામાં મિશન ચંદ્રયાન-3: પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર
Live TV
-
પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર, લેન્ડિંગની પ્રક્રિયા શરૂ
ભારતનું મિશન ચંદ્રયાન સતત ચર્ચામાં છે. દરરોજ આ સ્પેસ ક્રાફ્ટ તેના પડાવ તરફ આગળ વધી રહ્યું છે. આજનો દિવસ ચંદ્રયાન-3 મિશન માટે મહત્વનો હતો. આજે ચંદ્રયાનના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ અલગ થઈ ગયું છે. હવે ચંદ્રયાનનો કોઇ ઓર્બિટ બદલવામાં આવશે નહી. હાલ ચંદ્રયાન 153 બાય 163 કિલોમીટરની ઓર્બિટમાં ફરી રહ્યું છે. 16 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડ 2 આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. ઇસરોના બેંગાલુરુ સ્થિત સેન્ટરમાં ટેલી મેટ્રીક ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ISTRAC ઓપરેશન કોમ્પલેક્સ પરથી સતત ચંદ્રયાન-3 પર નજર રાખવામાં આવી રહી છે.
ISRO એ લેન્ડરને ચંદ્રયાન-3 થી સફળતાપૂર્વક અલગ કરી દીધું છે, જ્યારે પ્રોપલ્શન મોડ્યુલ આ ધરી પર ફરતું રહેશે અને આવનારા ઘણા વર્ષો સુધી ISRO ને ઘણી મહત્વપૂર્ણ માહિતી આપશે. ISROએ કહ્યું કે, પ્રોપલ્શન મોડ્યુલ સતત આ ધરી પર ફરશે અને આવનારા ઘણા વર્ષો સુધી ISRO ને પૃથ્વી વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી આપતું રહેશે. આ પેલોડ આવનારા ઘણા વર્ષો સુધી પૃથ્વીના વાતાવરણના સ્પેક્ટ્રોસ્કોપિક અભ્યાસ માટે માહિતી મોકલશે.