ચંદ્રયાન-3ના પ્રોપલ્શન અને લેન્ડરલ મોડયુલ સફળતાપૂર્વક અલગ થયા
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા- ઇસરોએ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરને યાનના પ્રોપલ્શન મોડયુલથી અલગ કરવામાં સફળતા મેળવી છે. હવે અલગ થયા બાદ લેન્ડર, ચંદ્રમાની સપાટી સુધી બાકીનો પ્રવાસ સ્વતંત્ર રૂપે કરશે.
લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન, 23મી ઓગસ્ટે ચંદ્રમા પર ઉતરે તેવી સંભાવના છે. પ્રોપલ્શન મોડયુલથી લેન્ડર મોડયુલ અલગ થવું તે સોફટ લેન્ડીંગ પહેલાની પ્રક્રિયા પૂરી થઇ હોવાનું પ્રતીક છે.
ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 એ ગઇકાલે ચંદ્રમાની કક્ષામાં પોતાનું પાંચમું અને અંતિમ ભ્રમણ સફળતાપૂર્વક પૂરૂં કર્યું હતું.
14મી જુલાઇએ અવકાશમાં તરતુ મુકાયેલા ચંદ્રયાન-3માં એક લેન્ડર મોડયુલ એક પ્રોપલ્શન મોડયુલ અને એક રોવરનો સમાવેશ થાય છે. અંતરિક્ષયાને 5મી ઓગસ્ટે ચંદ્રમાની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો.
આમ અવકાશ ક્ષેત્રે, ભારતે ગુરૂવારે ચંદ્રયાન-3 થકી નવું સિમાચિન્હ હાસંલ કર્યું છે.
પરમાણુ ઉર્જા અને અવકાશ રાજયમંત્રી ડૉ.જીતેન્દ્રસિંહે કહ્યું છે કે, ચંદ્રયાન ત્રણે મોકલેલી તસ્વીરો અને માહિતીઓથી સમગ્ર વિશ્વને લાભદાયી થશે.
તેમણે કહ્યું કે, આજે ચંદ્રયાન-3ના અવકાશયાનનું વિક્રમ લેન્ડર મોડયુલ પોતાના આગળના પ્રવાસ દરમ્યાન, પ્રોપલ્શન મોડેયૂલમાંથી સફળ રીતે છૂટું પડ્યું તે સાથે ઐતિહાસિક સફળતા મળી છે.