ચંદ્રયાન-3 બુધવારે સાંજે 6:04 વાગ્યે ચંદ્ર પર ઉતરશે
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોનું ચંદ્રયાન-3 બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે અને 4 મિનિટે ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર ઉતરશે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરોનું ચંદ્રયાન-3 બુધવારે સાંજે લગભગ 6 વાગ્યે અને 4 મિનિટે ચંદ્રમાના દક્ષિણ ધ્રૂવ પર ઉતરશે. ઇસરોના જણાવ્યા મુજબ 23મી ઓગસ્ટે સાંજે 5 વાગ્યે અને 27 મિનિટે આ ઐતિહાસિક ઘટનાને તેની વેબસાઇટ સત્તાવાર યૂટ્યૂબ ચેનલ અને ફેસબુક પેજ પર તેમજ ડીડી નેશનલ પર સીધી જોઈ શકાશે.
ઇસરોએ ચંદ્રયાન 3ના લેટેસ્ટ અપડેટ વિશે માહિતી આપતાં જણાવ્યું કે, ચંદ્રયાન -3 ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન સહિતનું લેન્ડર મોડ્યૂલ સફળતાપૂર્વક ચંદ્રમાની કક્ષા તરફ આગળ વધી રહ્યું છે અને ચંદ્રથી તેનું અંતર હવે 134 કિલોમીટર રહી ગયું છે.