ચંદ્રયાન - 3 મિશનને મળી વધુ એક સફળતા, પ્રજ્ઞાન રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર અને ઓક્સીજન હોવાના આપ્યાં પ્રમાણ
Live TV
-
પ્રજ્ઞાન રોવરે મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવી છે. જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આર્યન, ક્રોમિયમ, ટાઈટૈનિયમ, મેંગનીઝ, સિલિકોન અને ઓક્સિજન હોવાની જાણકારી મળી છે.
ભારતના મિશન 'ચંદ્રયાન-3'એ વધુ એક મોટી સફળતા મેળવી છે.ઈસરોએ જણાવ્યું છે કે, પ્રજ્ઞાન રોવરે કેટલીક મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવી છે.જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફર, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આર્યન, ક્રોમિયમ, ટાઈટૈનિયમ, મેંગનીઝ, સિલિકોન અને ઓક્સિજન હોવાની જાણકારી મળી છે. તેમજ હાઈડ્રોજનની શોધની પ્રક્રિયા ચાલી રહી છે.વધુમાં ઈસરોએ જણાવ્યું છે કે પ્રથમ વખત ચંદ્રની દક્ષિણ ધ્રુવનું તાપમાન માપવામાં આવ્યું છે.ભારતીય ચંદ્રયાન મિશન પ્રજ્ઞાનરોવર ચંદ્રની સપાટી અંગે નવી નવી માહિતી વિશ્વને આપી રહ્યું છે.
ઈશરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની વધુ માહિતી મેળવવામાં સફળતા મળશે. 23 ઓગસ્ટે ચંદ્રયાન 3ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણના કેટલાક કલાકો બાદ રોવરને 'વિક્રમ' લેન્ડરમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.