ચા વાળાના દિકરાએ ઑટોમેટિક પાવર ફેક્ટર કંટ્રોલર કર્યું તૈયાર
Live TV
-
મન હોય તો માળવે જવાય - આ ઉક્તિને આણંદના એક ચાની લારીવાળાના દિકરાએ સાર્થક કરી બતાવી છે. આણંદના આમીર વ્હોરાએ દોઢથી બે લાખમાં તૈયાર થતું ઓટોમેટીક પાવર ફેક્ટર કંટ્રોલર માત્ર પાંચ હજારમાં તૈયાર કરીને અનોખી સિદ્ઘિ હાંસલ કરી છે.
ઘર વપરાશમાં કે ઔદ્યોગિક ક્ષેત્રમાં વીજ પુરવઠામાં અચાનક વધઘટ થવાના કારણે લાઈટ વધારે અથવા ઓછા પ્રમાણમાં થતી હોય છે. જેના કારણે ઘર વપરાશના ઉપકરણોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું હોય છે.
વિદ્યાનગર ખાતે આવેલ એ.ડી.આઈ.ટી. કોલેજના બીઈ ઈલેક્ટ્રીકલ વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આમીર વ્હોરાએ અભ્યાસ કાળ દરમિયાન સંશોધન કરીને સ્વદેશી ઓટોમેટીક પાવર ફેક્ટર કંટ્રોલર બનાવ્યું છે. જેના લીધે વીજ પુરવઠામાં થતી વધ ઘટની સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે વીજ કંટ્રોલર લગાવવાથી તે જાતે જ વીજ પુરવઠાની વધ ઘટને કંટ્રોલ કરે છે. જેના કારણે યાંત્રિક નુકસાન નિવારી શકાય છે.