ચીનનું પ્રથમ સ્પેશ સ્ટેશન Tiangong-1 પૃથ્વી પર ટકરાશે?
Live TV
-
યુરોપિયન સ્પેસ એજન્સી એરોસ્પેસ કોર્પના જણાવ્યા અનુસાર તિયાંગોંગ-1 રવિવાર અથવા સોમવારે ભારતીય સમય અનુસાર રાત્રે પૃથ્વીની કક્ષામાં આવી શકે છે.
ચીનનો પ્રથમ સ્પેશ સ્ટેશન તિયાંગોંગ-1(Tiangong-1) રવિવારે પૃથ્વી પર ખાબકી શકે છે. યુરોપિયન સ્પેસ એજન્સી એરોસ્પેસ કોર્પના જણાવ્યા અનુસાર તિયાંગોંગ-1 રવિવાર અથવા સોમવારે ભારતીય સમય અનુસાર રાત્રે પૃથ્વીની કક્ષામાં આવી શકે છે. ચીનની સ્પેસ એજન્સી ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને મે, 2017એ સ્પેસ લેબ સાથેનો સંપર્ક માર્ચ, 2016થી કપાઈ ગયો હોવાનું જાહેરાત કરી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તિયાંગોગ-1 ખાબકતાં કોઈપણ પ્રકારના નુકસાનની આશંકા નથી. જો કે તે ક્યાં પડશે તેની ચોક્કસ જાણકારી પાપ્ત થઈ નથી.અંતરિક્ષ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આ અંતરિક્ષ પ્રયોગશાળા કોઈ વ્યક્તિ પર પડવાની શકયતા નથી, અને આ લેબના ક્રેશ-લેન્ડથી કોઈ ગંભીર જોખમ પણ નથી. જૂના ઉપગ્રહો અને અન્ય સ્પેસ કાટમાળ માટે આ ખૂબ સામાન્ય છે કે તેઓ પૃથ્વી પર પાછા ફરે છે. દર વર્ષે દરિયાકાંઠે સેંકડો ટુકડા આ રીતે પડે છે. જોકે, સ્પેસ લેબ જેવી મોટી વસ્તુઓ અનિયંત્રિત રીતે પૃથ્વી પર પાછી ન આવવી જોઈએ.આપને જણાવી દઈએ કે, સ્પેસ લેબ Tiangong-1ને ચીને સપ્ટેમ્બર-2011માં લૉન્ચ કર્યું હતું. જેણે 16 માર્ચ 2016થી કામ કરવાનું બંધ કર્યું હતું. જેના ઓફલાઈન થયા બાદ 6 મહિના પછી ચીને Tiangong-2ને ભ્રમણ કક્ષામાં સ્થાપિત કર્યું હતું. ચીનનો ઉદ્દેશ્ય વર્ષ 2022 સુધીમાં અંતરિક્ષમાં 20 ટન વજનનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનું છે.