બ્રહ્માંડમાં 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર ઈકરસ નામનો બ્લ્યૂ સુપર જાયન્ટ તારો જોવા મળ્યો
Live TV
-
સૂરજ કરતા બમણો ગરમ આ તારો ગ્રેવિટેશનલ લેન્સિગની મદદથી તારો બ્રહ્માંડના છેવાડે નજરે ચઢ્યો.
હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા 9.3 અબજ પ્રકાશ વર્ષ દૂર આવેલો સૂરજ કરતાં બમણો ગરમ એવો ઈકરસ નામનો બ્લ્યૂ સુપર જાયન્ટ તારો જોવા મળ્યો છે. સુપરનોવા નહિ હોવા છતાં ગ્રેવિટેશનલ લેન્સિગની મદદથી આ તારો બ્રહ્માંડના છેક છેવાડે નજરે ચઢ્યો હતો. આ સંશોધનના પ્રમુખ શોધકર્તા પેટ્રિક કેલીનું કહેવું છે કે આવા સંશોધનો દ્વારા બ્રહ્માંડના ઉદ્ભવ અને તારાની શરૂઆતી પેઢીઓ વિશે જાણકારી મેળવી શકાશે. નોંધનીય છે કે આ તારો અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં જોવા મળેલ સૌથી દૂરનો જીવતો તારો છે.