નાસાએ નવા ગ્રહની શોધ માટે મિશન કર્યું શરૂ
Live TV
-
ટેસ તરીકે ઓળખાતો ઉપગ્રહ અવકાશમાં ધરતી જેવું બીજું ઘર છે કે કેમ એ બાબતે શોધખોળ કરશે.
સદીઓથી માનવમનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે કે શું આટલા વિરાટ બ્રહ્માંડમાં માત્ર ધરતી પર જ જીવન શક્ય છે? બ્રહ્માંડમાં બીજે ક્યાંય પણ જીવનની શક્યતા છે કે કેમ એની તપાસ કરવા માટે નાસા સહિતની વિશ્વભરની અવકાશ સંશોધન સંસ્થાઓ સતત કાર્યરત રહી છે. ત્યારે અફાટ અંતરિક્ષમાં નવા ગ્રહની શોધ માટે નાસાનું એક નવું મિશન શરુ થઇ રહ્યું છે. ટ્રાન્સિટિંગ એક્ષોપ્લેનેટ સર્વે સેટેલાઇટ એટલે કે ટૂંકમાં, ટેસ તરીકે ઓળખાતો આ ઉપગ્રહ અવકાશમાં ધરતી જેવું બીજું ઘર છે કે કેમ એ બાબતે શોધખોળ કરશે. આ પહેલાં 2009માં નાસા દ્વારા કેપ્લર નામનો ઉપગ્રહ છોડવામાં આવ્યો હતો. જેણે આકાશગંગામાં લગભગ 4000 જેટલાં ગ્રહોની શક્યતા દર્શાવી હતી.