તમારું મગજ વાંચી શકે એવું ડિવાઈસ બનાવ્યુ ભારતીય અર્નવ કપૂરે
Live TV
-
આપણી સામેવાળી વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેવાની કહાણીઓ આપણે અત્યાર સુધી માત્ર સાયન્સ ફિક્શન કે જાદુઈ કથાઓમાં જ વાંચી છે.
આપણી સામેવાળી વ્યક્તિના મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણી લેવાની કહાણીઓ આપણે અત્યાર સુધી માત્ર સાયન્સ ફિક્શન કે જાદુઈ કથાઓમાં જ વાંચી છે. પરંતુ મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)માં ભારતીય મૂળના અર્નવ કપૂરે તેને હકીકતમાં બદલી દીધું છે. તેમની ટીમે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જે મગજમાં ચાલી રહેલી વાતોને વાંચી-સાંભળી લે છે અને કોમ્પ્યુટર અને મોબાઇલ ઉપકરણો દ્વારા કહી દે છે કે તે વાતો શું છે.
કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ?
- જેમ આપણે અભ્યાસ સમયે શાંત થઈને ધીમે-ધીમે વાંચી યાદ રાખવાનો અભ્યાસ કરીએ છીએ કે પાઠ કરીએ છીએ તેને સબવોકલાઇઝેશન કહેવામાં આવે છે.
- આ ડિવાઇસ આ તમામ વાતોને સામે લાવીને રાખે છે. તેને ચહેરા પર પહેરવામાં આવે છે.
- તે આપણી નસો, શરીર અને હાડકાઓના કંપન એટલે કે ન્યૂરોમસ્ક્યૂલર સંકેતો માપી શકે છે.
- તેના દ્વારા મગજમાં ચાલી રહેલી વાતો જાણી શકાય છે. તેના દ્વારા એક કોમ્પ્યુટર સિસ્ટમને સિગ્નલ મોકલી શકાય છે જે તંત્રિકા નેટવર્ક શબ્દો વિશે જાણી શકાય છે.
- હાલ આ ડિવાઇસનો ઉપયોગ ચેસમાં વિરોધીના મગજમાં ચાલી રહેલી વાતો જાણવા અને અન્ય ગેમ્સની જાણકારી લેવા જેવા મજદાર કામો માટે કરવામાં આવી રહ્યો છે.
- પ્રોજેક્ટના પ્રમુખ અર્નવ કપૂર જણાવે છે કે, આપણે બુદ્ધિમત્તા વધારતા ડિવાઇસને તૈયાર કરવાનો આઇડિયા આવ્યો હતો.
- અમે એવું ડિવાઇસ ઈચ્છતા હતા જે મશીન અને માણસને મળીને મનુષ્યની અનુભૂતિને વ્યક્ત કરી શકે. એક રીતે આ અમારી આંતરિક અનુભૂતિના વિસ્તાર જેવું છે.