સૂર્યની સૌથી નજીક પહોંચવાની તૈયારીમાં છે NASA
Live TV
-
અમિરિકન સ્પેશ એજન્સી નાસા પોતાના નવા મિશનની તૈયારીમાં લાગી ગયું છે. નવા મિશન અંતર્ગત માનવ ઇતિહાસમાં પ્રથમવાર કોઇ યાન સૂર્યના વાતાવરણમાં પ્રવેશ કરશે.
સૂર્યની સૌથી નજીક પહોંચવા માટે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા પાર્કર સોલર પ્રોબ જુલાઇ મહિનામાં લોન્ચ કરવા જઇ રહ્યું છે. 'પાર્કર સોલર પ્રોબ'ને ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવશે. નાસાના આ મિશન અંતર્ગત ઇતિહાસમાં પ્રથમવાર કોઇ યાન સૂર્યના વાતાવરણમાં પ્રવેશ કરશે. આ અભિયાન અંતર્ગત નાસા ચુંબકીય ક્ષેત્રની બનાવટ અને ડાયનામિક્સ અંગે સંશોધન કરશે. આ સાથે જ સૂર્યના વાતાવરણમાંથી ઉત્પન્ન થતી ઉર્જા કણોને કેવી રીતે ગતિ મળે છે, તે દિશામાં પણ નાસાનું આ યાન સંશોધન કરશે.
અંતરિક્ષમાં રવાના થયા બાદ યાન સીધા સૂર્યના પ્રભામંડળ એટલે કે, કોરોનામાં પહોંચશે, જે સૂર્યની સૌથી નજીક છે. એટલું જ નહીં અહીં કોઇપણ માનવ નિર્મિત વસ્તુ નથી પહોંચી શકી.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક