IRNSS-1 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ, માછીમારને કરશે મદદ
Live TV
-
IRNSS-1Iનું શ્રીહરિકોટામાં આવેલા ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી ગુરુવારે સવારે 4.04 વાગે લોન્ચિંગ કરવામાં આવ્યું છે
ઈસરોએ ગુરુવારે વહેલી સવારે તેમના અંતરિક્ષ કેન્દ્રથી પીએસએલવી- સી 41 લોન્ચિંગ વ્હિકલ દ્વારા IRNSS-1I સેટેલાઈટનું સફળ લોન્ચિંગ કર્યું. આ નેવીગેશન સેટેલાઈટનું વજન 1,425 કિલો છે. આ સેટેલાઈટનો ઉપયોગ મેપ તૈયાર કરવા, સાચો સમય બતાવવા, સમુદ્રમાં દિશા બતાવવા, માછીમારોને વધારે માછલીવાળી જગ્યા બતાવવા અને સૈન્ય ક્ષેત્રમાં મદદ કરશે. આ સેટેલાઈટ IRNSS-1Hની જગ્યા લેશે. તેનું લોન્ચિંગ ગયા વર્ષે 31 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું.
આ સેટેલાઈટથી કોને કોને થશે ફાયદો?
બે પ્રકારની સર્વિસ- સ્ટાન્ડર્ડ પોઝિશનિંગ અને રેસ્ટ્રિક્ટેડ સર્વિસ મળશે. સ્ટાન્ડર્ડ પોઝિશનિંગનો બધાને લાભ મળશે, જ્યારે રેસ્ટ્રિક્ટેડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે.
- હવામાન અને માછીમાર- નેવિગેશન સેટેલાઈટ મર્ચન્ટ શિપને મદદ કરશે. ખાસ રીતે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં ઘણી મદદ મળશે.
- ટ્રાન્સપોર્ટ- સેટેલાઈટ રોડ ટ્રાન્સપોર્ટ સેક્ટરને અંતરનો ખ્યાલ આવશે અને વાહનોને ટ્રેક કરવામાં પણ મદદ મળશે.
- રેલવે- રેલવેને ટ્રેનોને ટ્રેક કરવાની સાથે અનમૈન્ડ રેલવે ક્રોસિંગ સાથે જોડાયેલી માહિતી પણ મળશે.
- સ્માર્ટફોન- સેટેલાઈટની સેવાઓનો ફાયદો સ્માટ્ટ ફોનમાં એપ દ્વારા મેળવી શકાશે.કેટલું મોટું, કેટલું વજન?
- તેનું વજન 1425 કિલો છે.
- તેની સાઈઝ 1.58mX1.5mX 1.5m છે.
- 10 વર્ષ સુધી કામ કરશે.IRNSS-1A સેટેલાઈટનું રિપ્લેસમેન્ટ
- IRNSS-1Aની રુબીડિયમ એટોમિક ક્લોક ફેલ ફેલ થઈ ગઈ હતી. તેના રિપ્લેસમેન્ટ માટે ગયા વર્ષે 31 ઓગસ્ટે IRNSS-1H લોન્ચ કર્યું હતું, પરંતુ તે નિષ્ફળ રહ્યું હતું. હવે તેની જગ્યાએ IRNNS-1I લોન્ચ કરવામાં આવ્યું છે.