જાણો IITમાં તૈયાર થયેલા હાલ સુધીના સૌથી વધુ કાર્યક્ષમતા ધરાવતા નવા 'પેરોવસ્કાઈટ સોલર સેલ' વિશે
Live TV
-
આ પ્રોટોટાઇપે 17.05% ની સ્થિર ઊર્જા રૂપાંતરણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી
સૂર્યને ઊર્જાનો સૌથી ટકાઉ અને શ્રેષ્ઠ નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત માનવામાં આવે છે. આપણે લાંબા સમયથી સૂર્યની ઉર્જાનો ઉપયોગ સૌર કોષો દ્વારા કરી રહ્યા છીએ. શરૂઆતથી જ સિલિકોન સોલર સેલનો ઉપયોગ ઉર્જા રૂપાંતર માટે કરવામાં આવે છે. આજે લગભગ એક દાયકાથી પેરોવસ્કાઈટ સૌર કોષો તેમની ઉચ્ચ ઊર્જા રૂપાંતર કાર્યક્ષમતા અને સસ્તી સરળ ઉત્પાદન પ્રક્રિયાને કારણે વધુ અસરકારક વિકલ્પ તરીકે જોવામાં આવે છે.
IIT દ્વારા વિકસિત ઉચ્ચ કાર્યક્ષમતા પેરોવસ્કાઇટ સોલર સેલ
IIT રૂરકીના સંશોધકો દ્વારા તાજેતરમાં ઉત્કૃષ્ટ ઓપ્ટોઈલેક્ટ્રોનિક ગુણધર્મો, માળખાકીય વિવિધતા અને ઉત્તમ આસપાસની સ્થિરતા સાથે ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા પેરોવસ્કાઈટ સૌર કોષો વિકસાવવામાં આવ્યા છે. આ પ્રોટોટાઇપે 17.05% ની સ્થિર ઊર્જા રૂપાંતરણ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. પેરોવસ્કાઇટ સૌર કોષો તેમના ઉચ્ચ પ્રદર્શન તેમજ પાવર કન્વર્ઝન કાર્યક્ષમતા માટે જાણીતા છે. પરંતુ કેટલાક અન્ય અગ્રણી વિકલ્પોની તુલનામાં, તેમની સ્થિરતા મર્યાદિત છે. આ સેલની કાર્યક્ષમતામાં સુધારો કરીને તેના ઉત્પાદન ખર્ચને શક્ય તેટલો ઘટાડવાનો હેતુ છે.
સિલિકોન સોલાર સેલ્સનો સારો વિકલ્પ
સંશોધક પ્રોફેસર સૌમિત્ર સતપથીએ જણાવ્યું કે અમારા દ્વારા વિકસિત પેરોવસ્કાઈટ સોલાર સેલ ઓછી કિંમતના છે અને સિલિકોન સોલર સેલના વિકલ્પ તરીકે ઉપયોગી છે. આઈઆઈટી રૂરકી ખાતે ખાસ વિકસાવવામાં આવેલો આ પહેલો પ્રોટોટાઈપ સોલર સેલ છે.ઓછી કિંમતની ફોટોવોલ્ટેઇક ટેકનોલોજી
પ્રાયોજિત સંશોધન અને ઔદ્યોગિક કન્સલ્ટન્સીના ડીન, IIT રૂરકી; પ્રોફેસર અક્ષય દ્વિવેદીએ માહિતી આપી હતી કે પેરોવસ્કાઈટ સોલર સેલ (PSC) માર્કેટ વર્ષ 2030 સુધીમાં US$ 07 બિલિયનથી વધુ વધવાની અપેક્ષા છે. આ અભ્યાસ PSC ઉદ્યોગના વિકાસમાં મદદ કરી શકે છે. IIT રૂરકીના ડાયરેક્ટર પ્રોફેસર કે.કે. પંતે કહ્યું, “આખી દુનિયામાં કાર્બન-તટસ્થ અર્થતંત્રની માંગ વધી રહી છે. પેરોવસ્કાઇટ સોલર સેલ (પીએસસી) છેલ્લા દાયકામાં સંભવિત ઓછી કિંમતની ફોટોવોલ્ટેઇક ટેકનોલોજી તરીકે ઉભરી આવ્યા છે. IIT રૂરકી ખાતે વિકસિત PSC એ કાર્યક્ષમ અને સ્થિર સૌર કોષો વિકસાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.સંશોધકો ખર્ચ-અસરકારક અને વધુ અસરકારક પેરોવસ્કાઇટ્સ વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. આ અભ્યાસ સંશોધન જર્નલ ACS એપ્લાઇડ એનર્જી મટિરિયલ્સમાં પ્રકાશિત થયો છે.