રોકેટ પાછળનોએ લાંબો સુંદર સફેદ પટ્ટો આપણે ઘણીવાર જોયો હશે, પણ આવું શાના માટે થાય છે એ તમને ખબર છે?
Live TV
-
આકાશમાં રાચતું આવું સુંદર દ્રશ્યના સફેદ પટ્ટાએ કૃત્રિમ વાદળો છે. જેને ‘કોનટ્રેલ’ કહેવામાં આવે છે, જે "કન્ડેન્સેશન ટ્રેઇલ"નું ટૂંકું નામ છે. તેના દેખાવા પાછળનું મુખ્ય કારણ છે, એરપ્લેનના એન્જિનની આસપાસની ગરમ ભેજવાળી હવા અને વિમાનની બહારનું અત્યંત ઠંડુ તાપમાન. એરપ્લેન કે જેટ્સ જે ઊંચાઈએ ઊડે છે, તે ઊંચાઈએ હવા અત્યંત ઠંડી હોય છે, કેટલીકવાર તો એટલી ઊંચાઈએ તાપમાન -40 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી જતું હોય છે.
કારના એન્જિનની જેમ જ એરપ્લેન અથવા તો જેટપ્લેન્સના એન્જિન એક્ઝોસ્ટ ગેસ એટલે કે એન્જિનમાંથી વેસ્ટ પ્રોડક્ટ્સ તરીકે નીકળતો ગેસ પેદા કરે છે. જેમ જેમ ગરમ એક્ઝોસ્ટ ગેસ પ્લેનમાંથી બહાર નીકળે છે તેમ તેમ તેમાં રહેલા પાણીની વરાળ હવાને અથડાય છે.
ઠંડી હવાના કારણે પાણીની વરાળ ઘટ્ટ એટલે કે કન્ડેન્સ થઈ જાય છે. આનો અર્થ એ છે, કે પાણીની વરાળ પાણીના નાના ટીપાંમાં ફેરવાય છે અથવા આખરે બાષ્પીભવન થતાં પહેલાં બરફના નાના ક્રીસટલ્સમાં સ્થિર થઈ જાય છે. આ કન્ડેન્સ્ડ પાણીની વરાળ અને ક્રીસટલ્સનું મિશ્રણ આપણને આકાશમાં એક લાંબા સુંદર સફેદ પટ્ટાની જેમ દેખાય છે.
પાણી કરતાં ક્રિસ્ટલ્સનું બાષ્પીભવન ધીમી ગતીએ થાય છે. જેથી આ સફેદ લાઇન ખૂબ લાંબા સમય સુધી આકાશમાં દેખાતી રહે છે. વાતાવરણમાં જેટલી ઠંડક અને જેટલો ભેજ વધારે, તેટલા લાંબા સમય સુધી આકાશમાં આ સફેદ પટ્ટો દેખાતો રહે છે.