Skip to main content
Settings Settings for Dark

ઈસરો દ્વારા કરવામાં આવેલું વિક્રમ-એસનું પ્રક્ષેપણને મળી સફળતા

Live TV

X
  • શ્રીહરિકોટાથી કરવામાં આવેલ વિક્રમ-એસનું પ્રક્ષેપણ સફળ

    ઈસરો દ્વારા કરવામાં આવેલું વિક્રમ-એસનું પ્રક્ષેપણ સફળ રહ્યું હતું. ઈસરોના ઇતિહાસમાં આજે પ્રથમવાર એક ખાનગી કંપની દ્વારા તૈયાર રોકેટ વિક્રમ-એસનું પ્રક્ષેપણ કરવામાં આવ્યુ હતું. જાણીતા વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઇના નામ પરથી રોકેટનું નામ વિક્રમ-એસ રાખવામાં આવ્યું હતું. આ લોન્ચીંગ એક ટેસ્ટ ફ્લાઇટ હતી, આ પ્રક્ષેપણમાં ઈસરોને સફળતા મળી હતી. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસે વિક્રમ-એસનું નિર્માણ કર્યું છે. આ રોકેટને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી પ્રક્ષિપેત કરવામાં આવ્યુ હતું. 

    ભારત ખાનગી રોકેટ લોન્ચીંગના ક્ષેત્રમાં દુનિયાના અગ્રણી દેશોમા સામેલ થયું છે. આ સફળતાથી ભારતનું સ્પેસ ક્ષેત્રે વર્ચસ્વ સ્થાપીત કર્યું છે. હાલમાં રશિયા-યુક્રેનના યુધ્ધ બાદ રશિયા પર પ્રતિબંધ લાગ્યા છે ત્યારે ભારતના આ પ્રયત્નથી લોન્ચીંગ માટે ભારત અગ્રેસર બની રહેલ છે. તેમજ ભારતની સ્પેસ પાવર વધુ મહત્વપૂર્ણ બની છે. ઇસરોનો અનુભવ અને સ્ટાર્ટપ, ઇનોવેટર્સની એનર્જીથી સ્પેસ રેસમાં ભારત સરળતાથી આગળ વધી શકશે. આ પ્રસંગે મંત્રી જીતેન્દ્રસિંગે કહ્યું હતું કે, 'સ્પેસ ક્ષેત્ર ઇસરો સાથે હવે ખાનગી કંપનીનું સાહસ જોડાતા ભારતના સ્પેસ ક્ષેત્રમાં નવી દિશાઓ ખુલી છે. જેનો લાભ દેશના વિકાસને મળશે અને સમગ્ર વિશ્વમાં આજે ભારતે ઇતિહાસ રચ્યો છે.'

    સફળતા મળતા વૈજ્ઞાનિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ પરીક્ષણને સફળતા મળતા, ઈસરો વિશ્વ ફલક પર ફરી છવાઈ ગયું છે.

    વધુ ફોટા 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply