Skip to main content
Settings Settings for Dark

જામનગર મહાનગર પાલિકા દ્વારા કરાઈ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની સ્થાપના

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જામનગર મહાનગર પાલિકા દ્વારા ગાંધીનગર ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. જેનું લોકાર્પણ આગામી દિવસોમાં કરવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત દરરોજ શહેરનો આશરે 600 ટન જેટલો કચરો કંપની દ્વારા લેવામાં આવશે અને તેમાંથી વીજળી સપ્લાય જેવી અનેક પ્રોડક્ટ ઉત્પન્ન કરવાં આવશે તેમજ શહેરમાંથી કચરાનો નિકાલ કરવામાં આવશે.
    આ ઉપરાંત આ સ્થળ જામનગર મહાનગર પાલિકા દ્વારા રમણીય અને જોવાલાયક બનાવવામાં આવ્યું છે. જામનગર મહાનગર પાલિકા દ્વારા બે વર્ષની જહેમત બાદ આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યનો આ પ્રથમ પ્લાન્ટ થશે. આ પ્લાન્ટ મારફત વીજળી ઉત્પન્ન કરવામાં આવશે તેમજ તેની સાથે શહેરના પર્યાવરણને પણ ઘણો ફાયદો થશે. શહેરમાં અનેક જગ્યાએ બનેલા કચરાના ડંપિંગ પોઈન્ટ પણ આ પ્લાન્ટ આવતા નાબૂદ થશે. તાજેતરમાં જ મેયર અને પદાધિકારીઓ દ્વારા આ પ્લાન્ટની મુલાકાત લઈ ટેસ્ટિંગ પણ કરી લેવામાં આવ્યું છે. હવે આ પ્લાન્ટને આવનારા સમયમાં ચાલુ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply