આણંદ: શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇન્ક્યુબેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
ગુજરાતમાં આર્ટસ અને કોમર્સમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ અભ્યાસની સાથો સાથ વ્યવસાયિક જ્ઞાન મેળવે તે પણ અગત્યનું છે. વિદ્યાર્થીઓ વ્યવસાયિક જ્ઞાન મેળવે અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. જે અન્વયે આણંદમાં એન.એસ.પટેલ કોલેજ ખાતે ગુજરાતના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્રારા ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.
છેલ્લા 4 વર્ષથી આ કોલેજના વિદ્યાર્થીઓ કચ્છની ખારેક અને કમલમ ફળની ખરીદી કરી આણંદ ખાતે વેચાણ કરી, ખરીદી, વેચાણ, ગ્રેડિંગ, માર્કેટિંગ, પેકીંગ જેવી અનેક પદ્ધતિઓ જાતે રિસર્ચ કરીને પોતાની આવડત વધારી રહ્યા છે. આવનાર સમયમાં કમલમ ફળમાંથી કેક, મીઠાઈ, ચોકલેટ જેવી વસ્તુઓ પણ બનાવી વેચાણ વિધાર્થોઓ કરવાના છે. આ ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ થતા વિદ્યાર્થીઓને મળતી સવલતોમાં વધારો થયો છે.