સાયન્સ સિટીમાં બની અનોખી એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલરી અને નેચર પાર્ક
Live TV
-
અમદાવાદ શહેરમાં આમ તો અનેક આકર્ષણના કેન્દ્રો આવેલા છે. ત્યારે અમદાવાદ શહેરના આકર્ષણમાં વધુ એક ઉમેરો થવા જઈ રહ્યો છે. કારણ કે, ભારતની સૌથી મોટી અત્યાધુનિક એક્વેટિક ગેલેરી અમદાવાદના સાયન્સ સિટીમાં બનાવવામાં આવી છે. આ એક્વેટિક ગેલેરી વિશ્વના જુદા જુદા ક્ષેત્રમાં જોવા મળતી 188 દરિયાઈ પ્રજાતિઓને હવે અહીંયા જોઈ શકાશે. આ ઉપરાંત એક મુખ્ય ટેન્કમાં વિશ્વભરમાં જોવા મળતી મોટા ભાગની શાર્ક પ્રજાતિ પણ મુકવામાં આવી છે. અહીં 28 મીટરની વિશિષ્ટ વોક વે ટનલ પણ બનાવવામાં આવી છે.
આ ઉપરાંત સાયન્સ સિટીમાં એક રોબોટિક ગેલેરી પણ બનાવવામાં આવી છે, જેમાં 200 જેટલા રોબોટ જોવા મળશે. તો આ તરફ અહીં 8 એકરમાં નેચર પાર્ક બનાવવામાં આવ્યું છે. નેચર પાર્ક ખાતેના મુખ્ય આકર્ષણોમાં બટરફ્લાય ગાર્ડન, ગાર્ડન ઓફ કલર, ઓક્સિજન પાર્ક, ભૂલભૂલૈયા, કેક્ટસ ગાર્ડન જે પશ્ચિમ અમદાવાદનું સૌથી મોટું જાહેર ઉદ્યાન તરીકે જાણીતું થશે. આમ, સાયન્સ સિટીમાં એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલરી અને નેચર પાર્ક ત્રણ આકર્ષણના નવા કેન્દ્રો ટૂંક જ સમયમાં લોકો માટે ખૂલ્લાં મુકવામાં આવશે.