જીટીયુ દ્વારા લિનક્સ ફન્ડામેન્ટલની અદ્યતન ટેક્નોલોજી પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યા
Live TV
-
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લિનક્સના ફન્ડામેન્ટ્સ અંગે ફેકલ્ટી મેમ્બર્સને ટ્રેઇન કરવા માટે આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી – ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા ‘એપ્લિકેશન ઓફ લિનક્સ ફન્ડામેન્ટ્લ્સ ઇન બિલ્ડિંગ ડેટા એનાલિટિક્સ એન્ડ મશીન લર્નિંગ’ વિષય પર એક એફડીપી – ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA) પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વોડાફોન ઇન્ડિયા ફાઉનડેશનની સાથે મળીને 8થી 12 જુલાઇ, 2019ના રોજ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ચાંદખેડા કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો. તારીખ 8થી 12 જુલાઇ, 2019 દરમ્યાન યોજાયેલા આ કાર્યક્રમમાં લિનક્સના ફન્ડામેન્ટ્સ સમજાવીને ફેકલ્ટીઝને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા લિનક્સના ફન્ડામેન્ટ્સ અંગે ફેકલ્ટી મેમ્બર્સને ટ્રેઇન કરવા માટે આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ફેકલ્ટી મેમ્બર્સને લિનક્સ જેવા ઓપન સોર્સ પ્લેટફોર્મનું ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગ જેવા વિષય પર ખાસ અનુભવ આપવામાં આવ્યા. આ કાર્યક્રમના અંતમાં ભાગ લેનાર ફેકલ્ટી મેમ્બર્સ પાયથોન પ્રોગ્રામિંગ અંગે પ્રોફિશિયન્ટ બની શકે છે અને એપ્લિકેશન બનાવવા માટે કામમાં આવી શકે છે, તેવી વ્યવસ્થા અને તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રો.વી.કે.શ્રીવાસ્તવ,કુલપતિ શ્રી, સાકળચંદ યુનિવર્સિટી, જેઓ રિસર્ચ અને ડેટા એનાલિસીસના ક્ષેત્રમાં બહોળો અનુભવ ધરાવે છે, તેમના દ્વારા રિસર્ચના અલગ અલગ પાસા અંગે તથા ડિજિટલ લાઇબ્રેરી અંગે વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, મિ. અભિષેક શ્રીવાસ્તવે પણ ફેકલ્ટીઝને લિનક્સના બેઝિક ફન્ડામેન્ટ્સ, મશીન લર્નિંગ અને રેકમેન્ડેડ સિસ્ટામ અંગે માહિતી આપી હતી. મિ. અનિપ શર્મા દ્વારા ડેટા એનાલિસિઝ અને મશીન લર્નિંગ અંગે માહિતી આપવામાં આવી હતી, તો મિ. બિનય પટેલે રોબોટિક્સ પ્રોસેસ ઓટોમેશન અંગે માહિતી આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમ અંગે વાત કરતાં, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રૉ. ડૉ. શ્રી નવીનભાઇ શેઠ જણાવે છે કે, ‘આ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામથી ફેકલ્ટીઝ ડેટા એનાલિટિક્સ અને મશીન લર્નિંગના ક્ષેત્રમાં પૂરતું જ્ઞાન મેળવી શકશે. મશીન લર્નિંગ અને ડેટા એનાલિટિક્સના સંદર્ભે ખરા અર્થમાં સોલ્યુશન્સ શોધવામાં અને સમજવામાં ઘણી જ સરળતા રહેશે અને એ જ્ઞાનનો ફાયદો છેવટે વિદ્યાર્થીઓને થશે.’