જૂનાગઢમાં કૃષિમેળો અને પ્રદર્શનનું આયોજન, નવી ટેકનોલોજી વિશે અપાઈ માહીતી
Live TV
-
વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતોને અપાઈ અદ્યતન ટેકનોલોજીની જાણકારી
જૂનાગઢ ખાતે કૃષિકારોની આવક 2022 સુધીમાં બમણી થાય તેમજ લોકો આધુનિક ખેતી તરફ વળે તેવા આશયથી, કૃષિ વિભાગ દ્વારા કૃષિમેળો અને પ્રદર્શનનું આયોજન થયુ હતુ. નવા સંશોધનો તેમજ ઓછી જમીનમાં વધુ અને સારુ ઉત્પાદન કેવી રીતે લેવુ, કૃષિની નવી નવી રીતો તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળી, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરી અનાજ, કઠોળ, શાકભાજી, ફળોનું ઉત્પાદન કરવા માટેના સલાહ સૂચનો અને પ્રત્યક્ષ પ્રદર્શન, આ મેળાનું આકર્ષણ રહ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી, કૃષિમાં બમણી આવક મેળવવાની જાણકારી મેળવી હતી.