ચિત્રદુર્ગમાં થયું રુસ્તમ-2નું સફળ પરિક્ષણ, સંપૂર્ણ સ્વદેશી વિમાન
Live TV
-
વૈજ્ઞાનિકોના કઠોર પરિશ્રમ બાદ રુસ્તમ-2 વિમાનનું સફળ પરિક્ષણ કર્યું, રુસ્તમ - 2ના સફળ પરિક્ષણથી ભારતીય સૈન્યની તાકાતમાં વધારો થયો છે.
કર્ણાટકના ચિત્રદુર્ગમાં રુસ્તમ - 2 વિમાનનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું છે. DRDOના ટ્વીટર પેજ પર આ જાણકારી આપતા ફોટોગ્રાફ્સ અને વીડિયો શેર કરવામાં આવ્યો છે. મજબૂત એન્જિન ધરાવતા DRDOના આ રુસ્તમ 2 પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. રુસ્તમ - 2 એ એક સ્વદેશી વિમાન છે, જે ઓછમાં ઓછી ઉંચાઇ પર ઉડાણ ભરીને પણ દુશ્મનોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. રૂસ્તમ - 2ના પરિક્ષણ દરમિયાન DRDOના અધ્યક્ષ, મહાનિદેશક અને વરિષ્ઠ વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા.
રુસ્તમ - 2 વિમાનનું નામ ભારતીય વૈજ્ઞાનિક રુસ્તમ દમાનિયાના નામ પરથી રાખવામાં આવ્યું છે. 80ના દશકમાં રુસ્તમ દમાનિયાએ એવિએશનની દુનિયામાં જે રિસર્ચ કર્યું હતું, તેનાથી દેશને મોટો ફાયદો થયો હતો. ત્યારે હવે રુસ્તમ - 2 ના સફળ પરિક્ષણથી ભારતીય સેનામાં ઘણો જ ઉત્સાહ છે. રુસ્તમ - 2ના હુજ અનેક પરિક્ષણ થશે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક