પ્રજ્ઞાતક્ષુઓને ડિજિટલ શિક્ષણ, અંધજન શાળામાં ખાસ એન્ડ્રોઈડ ડિવાઈસ
Live TV
-
સુરતની અંધજન શાળામાં 60 વિદ્યાર્થી એન્ડ્રોઈડ ડિવાઈસની મદદથી સામાન્ય વિદ્યાર્થીની જેમ અભ્યાસ કરે છે.
સામાન્ય લોકોની માફક પ્રજ્ઞાચક્ષુ પણ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. આ વાક્ય સાર્થક થયું છે સુરતમાં. સુરતની અંધજન શાળામાં 60 વિદ્યાર્થી એન્ડ્રોઈડ ડિવાઈસની મદદથી સામાન્ય વિદ્યાર્થીની જેમ પોતે અભ્યાસ કરી રહ્યા છે અને જીવનનું ઘડતર કરી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આંગળીના સ્પર્શથી અભ્યાસ કરીને જીવનમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા પરીશ્રમ કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓ ફ્લેશ ટોક ડિવાઈસની મદદ લઈ વર્ગખંડમાં શિક્ષકે ભણાવેલું તે પોતાના ઘરે કે હોસ્ટેલમાં જઈને ફ્લેશ ટોક દ્વારા રીવીઝન કરે છે.સાથે આ ડિવાઈસની મદદથી હોમવર્ક પણ કરે છે. આ ડિવાઈસમાં 16 જી.બી.મેમરી છે જેના કારણે સમગ્ર અભ્યાસક્રમ સ્ટોર કરી શકાય છે.આ ડિસાઈસ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે આશિર્વાદ રૂપ સમાન સાબિત થઈ રહી છે.