કેન્દ્રિયમંત્રી મનસુખ માંડવિયાએ યોજ્યો સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ.
Live TV
-
વર્ષ 2018-19ના બજેટને મોદી સરકારના ન્યુ ઇન્ડિયા બજેટ તરીકે ઓળકવામાં આવે છે. જે અંગે આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે કેન્દ્રિયમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ યોજ્યો હતો. વિદ્યાર્થીકાળથી જ. પ્રેન્યોરશીપના પાઠ ભણાવતી યુનિવર્સિટીના પ્રાંગણમાં વિદ્યાર્થીઓ સાથેના સંવાદમાં શ્રી માંડવિયાએ જણાવ્યું કે આ બજેટ એ રિફોર્મ બજેટ છે. મોદી સરકાર માત્ર ઘોષણાઓ કરવામાં નથી માનતી, પરંતુ ગ્રાઉન્ડયર દરેક યોજનાને લઇ જાય છે. તેમજ આ બજેટમાં સમાવવામાં આવેલ સ્વાસ્થલક્ષી, માળખાકીય અને સ્ટાર્ટ્પને લાભકારી યોજનાઓ તથા સમગ્ર બજેટ અંગે માહિતી આપી હતી. અંતમાં તેમણે વિદ્યાર્થીઓના મનમાં આ ન્યુ ઇન્ડિયાના બજેટ અંગેના પ્રશ્નોના જવાબ પણ સંતોષકારક રીતે આપ્યા હતા.