જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવેલ ફૂડ ટેસ્ટ લેબ જ્યાં પ્રાકૃતિક વાતાવરણમાં બેસીને સંશોધનાત્મક કાર્ય કરે છે અધિકારીઓ
Live TV
-
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં આવેલ બાયોટેકનોલોજી વિભાગ કે જે ફૂડ ટેસ્ટ લેબ પણ ધરાવે છે. જેમાં અત્યાધુનિક કોમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી સતત સંશોધનાત્મક પ્રયોગો થતાં રહે છે.અહીં કામ કરતાં અધિકારીઓ પ્રાકૃતિક વાતાવરણમાં બેસીને સંશોધનાત્મક કાર્ય કરતાં રહે છે. તેમના જણાવ્યા મુજબ તેઓ કેમિકલ અને એ.સી. માં કામ કરીને સ્ટ્રેસ અનુભવવાને બદલે પ્રકૃતિના સાનિધ્યમાં હળવા બનીને કામ કરી રહ્યા છે. અહીંના અધિકારીએ આધુનિક યુગમાં યંત્ર સાથે યંત્ર બની જવાના બદલે પ્રાકૃતિક વાતાવરણમાં રહીને પણ કામ કરી શકાય છે તેનું ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે.