બરવાળાના જાગૃત ખેડૂતે મેળવ્યું આધુનિક ખેતીના સહારે મબલખ પાકનું ઉત્પાદન
Live TV
-
અમરેલી જિલ્લાના બાવીસી બરવાળાના જાગૃત ખેડૂતે મહેનત દ્વારા આધુનિક ખેતીના સહારે મબલખ પાકનું ઉત્પાદન કરી વર્ષે 25 લાખ થી વધારે વળતર મેળવી રહ્યા છે. બાવીસી બરવાળા ગામના રજનીભાઇ નાકરાણીએ ગ્રીન હાઉસમાં કાકડી નું વાવેતર કર્યું. સરકારી સબસીડીનો પણ લાભ મેળવ્યો. અમરેલી જિલ્લામાં પાણી ની પરિસ્થિતિ ગંભીર હોઈ ઇઝરાયેલ ટપક પધ્ધતિથી ઓછા પાણી અને ઓછા ખર્ચે મહેનત થી કાકડી ની ખેતી કરી હતી. તેમની સાથે તેમનો પુત્ર પણ તેમને મદદ કરી રહ્યો છે.આ ગ્રીન હાઉસમાં ગામના મજૂરો ને, રોજગારી પણ મળે છે.