ટ્ટવિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું, નવા લોગો સાથે નવો URL પણ લોન્ચ, બ્લુ બર્ડનું સ્થાન Xએ લીધું
Live TV
-
એલોન મસ્ક અને ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લિન્ડા યાકેરિનોએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે લોગોનું અનાવરણ કર્યું હતું. જેમાં પરિચિત વાદળી પ્રતીકના સ્થાને કાળા બેકગ્રાઉન્ડ પર સફેદ X દર્શાવવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્ટવિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું છે. ટ્વિટરનું નામ, લોગો અને URL બધું જ બદલાઈ ગયું છે. ગયા વર્ષે તેને ખરીદનારા અમેરિકન અબજોપતિ એલન મસ્કે સૌથી મોટા ફેરફાર તરીકે જૂના ટ્વિટરને ખત્મ કરીને નવા Xની શરૂઆત કરી છે. હવે ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું છે અને બ્લુ બર્ડના લોગોની જગ્યાએ Xનો લોગો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, હવે પ્લેટફોર્મનું નવું URL પણ બદલીને x.com કરવામાં આવ્યું છે. આ ફેરફારો પ્લેટફોર્મ પર લાઈવ થઈ ગયા છે.
એલોન મસ્ક અને ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લિન્ડા યાકેરિનોએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે લોગોનું અનાવરણ કર્યું હતું. જેમાં પરિચિત વાદળી પ્રતીકના સ્થાને કાળા બેકગ્રાઉન્ડ પર સફેદ X દર્શાવવામાં આવ્યો હતો.
ટ્વિટરના સીઈઓ લિન્ડા યકારિનોએ પોતે આ ફેરફારોની જાણકારી આપી છે અને મસ્કના દાવાની પુષ્ટિ કરી છે. એલન મસ્ક પહેલાથી જ ટ્ટવિટરમાં મોટા પાયે ફેરફારના સંકેત આપી ચૂક્યા હતા. પરંતુ હવે તેમના તરફથી સૌથી મોટું પગલું લેવામાં આવ્યું છે.
મસ્કે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ટ્વિટરમાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ધીમે-ધીમે તમામ માર્કેટમાં યુઝર્સને જોવા મળશે અને તેની શરૂઆત કરી દેવામાં આવી છે. ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટના નામથી લઈને પ્રોફાઈલ ફોટો બદલાઈ ગઈ છે. જો કે તેનું હેન્ડલ હજુ પણ @twitter છે. આ સિવાય યુઝર્સ જ્યારે x.com ની મુલાકાત લે છે ત્યારે તેમને ટ્વિટર પર રીડાયરેક્ટ કરવામાં આવી રહ્યા છે .