ટ્વિટરનું નામ અને લોગો બદલ્યા બાદ હવે એલન મસ્કે તેનું ડોમેન બદલીને x.com કરી દીધું
Live TV
-
ટ્વિટરનું નામ અને લોગો બદલ્યા બાદ હવે એલન મસ્કે તેનું ડોમેન બદલીને x.com કરી દીધું છે. મસ્કએ શુક્રવારે 'X' પોસ્ટમાં લખ્યું હતું કે તમામ કોર સિસ્ટમ હવે X.com પર છે. ટ્વિટરને હસ્તગત કર્યા પછી, અમેરિકન ઉદ્યોગપતિ એલન મસ્કએ 24 જુલાઈ, 2023 ના રોજ તેનું નામ અને લોગો બદલીને X કર્યો હતો. તે સમયે X.comને Twitter.com પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે મુખ્ય ડોમેન X.com માં બદલાઈ જવાથી, twitter.com ને તેના પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા સાઈટ 'X'ના લૉગિન પેજ નીચે એક સંદેશ લખવામાં આવ્યો તેમાં કહેવાયું છે કે, 'અમે તમને જણાવીએ છીએ કે અમે અમારું URL બદલી રહ્યા છીએ, પરંતુ તમારી ગોપનીયતા અને ડેટા સુરક્ષા સેટિંગ્સ સમાન રહેશે. આ ફેરફાર સૂચવે છે કે લગભગ 10 મહિના પહેલા શરૂ થયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું રિબ્રાન્ડિંગ હવે પૂર્ણ થઈ ગયું છે. નોંધનીય છે કે 'X' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પહેલા ટ્વિટર તરીકે ઓળખાતું હતું.