6 લાખ 80 હજાર શંકાસ્પદ સિમની ઓળખ, વેરિફિકેશન નહીં થાય તો બંધ કરાશે
Live TV
-
સાયબર ક્રાઇમને રોકવા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે, ટેલિકોમ વિભાગ સક્રિય થયું છે. ટેલિકોમ વિભાગને લગભગ 6 લાખ 80 હજાર નકલી અને ગેરકાયદેસર મોબાઇલ નંબર મળ્યા છે. વિભાગને શંકા છે કે આ તમામ સિમ કાર્ડ અમાન્ય અથવા નકલી ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) તેમજ KYC દસ્તાવેજોનો ઉપયોગ કરીને મેળવવામાં આવ્યા છે.
ટેલિકોમ વિભાગે ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ (TSPs) ને આ ઓળખાયેલા મોબાઈલ નંબરોને તાત્કાલિક ફરીથી વેરિફાઈ કરવા માટે સૂચનાઓ પણ જારી કરી છે. તમામ TSP માટે 60 દિવસની અંદર ચિહ્નિત કનેક્શનની પુનઃ ચકાસણી કરવી ફરજિયાત છે. પુનઃ ચકાસણી પૂર્ણ કરવામાં નિષ્ફળતા સંબંધિત મોબાઇલ નંબરને સમાપ્ત કરવામાં પરિણમશે. આ સાથે, ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ કનેક્શનની અધિકૃતતા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફરીથી ચકાસણીના આદેશ કર્યા છે.
ખાસ વાત એ છે કે ટેલિકોમ વિભાગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા શંકાસ્પદ છેતરપિંડીના કનેક્શનની ઓળખ કરી હતી. વિભાગે જણાવ્યું કે વિવિધ ક્ષેત્રો વચ્ચેનો સહયોગ અને AI ટેક્નોલોજીનો ઉપયોગ આ ગેરકાયદે કનેક્શનને ઓળખવામાં ચાવીરૂપ રહ્યો છે.
અગાઉ, DoT એ ટેલિકોમ ઓપરેટર્સને 28,200 મોબાઈલ હેન્ડસેટ બ્લોક કરવા અને 20 લાખ મોબાઈલ કનેક્શન્સને સાયબર ક્રાઈમ સાથેના કથિત લિંક માટે તરત જ વેરિફાઈ કરવાનો નિર્દેશ આપ્યો છે