ડિઝિટલ પેમેન્ટ પ્રણાલીનો ઉપયોગ કરવા વર્કશોપ યોજાયો
Live TV
-
ઇન્ટરનેટ સેવા પુરુ પાડતી વિવિધ કંપનીઓનાં પ્રતિનિધિઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો.
અમદાવાદમાં કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટ દ્વારા સરકારના સંચાર મંત્રાલયના આર્થિક સલાહકાર પીકે સિન્હાની અધ્યક્ષતામાં એક વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ગુજરાત રાજ્યમાં દૂરસંચાર તેમજ ઇન્ટરનેટ સેવા પુરુ પાડતી વિવિધ કંપનીઓનાં પ્રતિનિધિઓ અને સરકારના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ ડિઝિટલ પેમેન્ટ પ્રણાલીનો ઉપયોગ કરતા થાય તે વિશે વર્કશોપમાં ચર્ચા કરવામાં આવી હતી. છેલ્લા વર્ષના કેન્દ્ર સરકરાના પ્રયાસોથી ડિઝિટલ પેમેન્ટમાં ખાસ જાગૃતિ આવી હોવાનું પીં કે સિન્હાએ જણાવ્યું હતું.