ગૂગલ મેપ હવે ગુજરાતીમાં ઉપલબ્ધ
Live TV
-
અંગ્રેજી ન જાણનારી વ્યક્તિ પણ ગૂગલ મેપ પર ગુજરાતીમાં લખીને કે વોઇસ કમાન્ડ દ્વારા લોકેશન શોધી શકશે.
ગૂગલ હવે ગુજરાતી બની ગયું છે, એવું સાંભળતા કદાચ થોડું આશ્ચર્ય થાય, પણ ગૂગલ દ્વારા તેના મેપ યુઝર્સ માટે ગૂગલ મેપ ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેથી હવે અંગ્રેજી ન જાણનારી વ્યક્તિ પણ ગૂગલ મેપ પર ગુજરાતીમાં લખીને કે વોઇસ કમાન્ડ દ્વારા લોકેશન શોધી શકશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા ગૂગલ મેપ હિન્દીમાં લોન્ચ કરાયું હતું. જ્યારે આજે ગુજરાતી ઉપરાંત બંગાળી, તમિલ , તેલુંગુ, મલયાલય અને કન્નડ સહિતની છ ભાષામાં આ ફીચર લોન્ચ કરાયું છે. પ્લસ કોડ ફીવર દ્વારા ઉપલબ્ધ આ સુવિધા હાય એન્ડ્રોઇડ માટે જ ઉપલબ્ધ કરાઈ છે. તો હવે રાજકોટની ખેતલા આપાની ચા કે અમદાવાદના ઇસ્કોનના ગાંઠિયા ને પાટણમાં મોરલીની ચા - ગૂગલ મેચ શોધી આપશે.