થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીના અભ્યાસક્રમ માટેની ઉત્તમ તક પૂરી પાડતી મોરબીની લખધીરસિંહજી એન્જીનિયરીંગ કોલેજ
Live TV
-
મોરબીની સુપ્રસિદ્ધ લખધીરસિંહજી એન્જીનીયરીંગ કોલેજ ખાતે આગામી દિવસોમાં ભારત સરકારના એ .આઈ. સી .ટી. પ્રાયોજિત ગુજરાત ટેકનોલોજી ઇન્સ્ટીટયુટ દ્વારા અમલી (સ્વીકૃત) વધુ એક નવો ગણના પાત્ર થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઓનર એડોન અભ્યાસક્રમ શરૂ થશે. જેમાં ત્રણ થી સાત સેમેસ્ટર સુધી વિદ્યાર્થીઓ થ્રીડી પ્રિન્ટિંગ ટેકનોલોજીના પાંચ વિષયનો અભ્યાસ કરી શકશે. તેમજ છેલ્લા સેમેસ્ટરમાં પ્રત્યક્ષ તાલીમ ઇન્ટર્શીપનો પણ સમાવેશ કરવામાં આવશે. જેનાથી ડિગ્રી એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓના કૌશલ્યમાં વધારો થશે અને વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી ફિલ્ડમાં જાય ત્યારે તેઓ વધુ સારી રીતે ઝડપી અને ચોકસાઈપૂર્વક કામ કરી શકશે. તેમજ વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં પણ આ એડોન ઓનર અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીઓને રોજગાર સહિત વિવિધ યોજનાકીય લાભ મળશે.
ઉલેખનીય છે કે આ અંતર્ગત ગુજરાત સહિત અન્ય રાજ્યના વિષય નિષ્ણાત તજજ્ઞો પ્રાધ્યાપકો દ્વારા વિશેષ વર્ચ્યુઅલ ઓન લાઇન વર્કશોપ પણ યોજવામાં આવ્યો હતો અને ગાઢ પરામર્શ સાથે પરસ્પર વિષય નિષ્ણાતો દ્વારા સીધું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.